'રાષ્ટ્રવાદ' શબ્દનો ન કરો ઉપયોગ, તેની જગ્યાએ ' રાષ્ટ્ર કે રાષ્ટ્રીય' શબ્દ વાપરો: મોહન ભાગવત
ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે.
Trending Photos
રાંચી: ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે. વિશ્વગુરુ બનાવવાનો છે. કારણ કે તેની જરૂર છે. ભારતે પોતાના માટે મોટા બનવાનું નથી. તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેનો અર્થ થાય છે નાઝી કે હિટલર. આપણે રાષ્ટ્ર કે રાષ્ટ્રીય જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.
#WATCH Ranchi: RSS chief recounts his conversation with an RSS worker in UK where he said "...'nationalism' shabd ka upyog mat kijiye. Nation kahenge chalega,national kahenge chalega,nationality kahenge chalgea,nationalism mat kaho. Nationalism ka matlab hota hai Hitler,naziwaad. pic.twitter.com/qvibUE7mYt
— ANI (@ANI) February 20, 2020
તેમણે કહ્યું કે બીજી મહસત્તાઓ આખી દુનિયા પર પોતાનો રંગ ચઢાવવાની કોશિશ કરે છે. આથી વિદ્વાન વિચારે છે કે રાષ્ટ્ર મોટું કરવું યોગ્ય નથી. UKમાં RSSને લઈને વાત થઈ. 40-50 વિદ્વાનોએ કહ્યું કે રાષ્ટ્રવાદ ન કહો. કારણ કે રાષ્ટ્રવાદનો અર્થ થાય છે હિટલર, ફાંસીવાદ, આ રીતે જ આ શબ્દ બદનામ થયો છે. પરંતુ જ્યારે જ્યારે રાષ્ટ્ર આગળ ધપ્યું છે ત્યારે ત્યારે દેશનું નામ થયું છે.
દુનિયાને ભારતને જરૂર
ભાગવતે કહ્યું કે આજની દુનિયાને ભારતની જરૂરિયાત છે. કટ્ટરપંથી, પર્યાવરણ જેવી જે અનેક સમસ્યાઓ ઊભી થાય છે તેને લઈને દુનિયામાં અશાંતિ છે, જેને માનવે પોતે ઊભી કરી છે. તે અંગે રાહત આપનાર કોઈ નથી. યુદ્ધિષ્ઠિરના સમયથી ભારતનો સ્વભાવ દુનિયાની કમીને પૂરી કરવાનો રહ્યો છે. દુનિયાને તો જોડનાર તત્વની ખબર જ નથી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથેની મુલાકાતને યાદ કરતા ભાગવતે કહ્યું કે જ્યારે પ્રણવ દા રાષ્ટ્રપતિ હતાં તો હું તેમને મળવા ગયો હતો. તેમણે કહ્યું કે આપણો દેશ એવો છે કે જે વિવિધતાને સ્વીકારે છે. આ વાત આપણા બંધારણમાં છે. આપણા બંધારણ નિર્માતા એવા હતાં એટલે આવું નથી પરંતુ આપણી પરંપરા આવી છે. આ વિવિધતા એકમાંથી જ નીકળી છે.
આપણે બધા એક છીએ એટલે બધાએ સાથે આવવાનું છે
ભાગવતે ભારપૂર્વક કહ્યું કે આપણે કોઈના ડરથી એક થવાનું નથી. આપણે એક છીએ એટલે બધાએ એકસાથે આવવાનું છે. આપણે આપણા માટે જીવતા નથી, એકબીજા માટે જીવીએ છીએ. જે ત્યાગથી જીવશે તે જ મહાન છે.
સંસ્કૃતિ પર બોલતા તેમણે કહ્યું કે જો આપણે બહાર જઈશું તો એ કોઈ નહીં જુએ કે તમે કઈ પૂજા કરો છો, ઈસ્લામ હોય કે ઈસાઈ. બહારના લોકો કહેશે કે ભારતથી આવ્યા છો તો હિન્દુ હશો કારણ કે આ વિચાર, આચરણ હિન્દુ સંસ્કૃતિ છે. આથી હિન્દુ શબ્દથી સંસ્કારોનો સારો બોધ થાય છે. આથી ભારતનો કોઈ નાગરિક હશે તો બધાને હિન્દુ વિશેષણ લાગે છે.
જુઓ LIVE TV
સુષમાજીએ મુસ્લિમ આચાર્યને છોડાવ્યાં
ભાગવતે એક ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું કે અહીંના મુસ્લિમ આચાર્ય હજ માટે ગયા. તેમા તાવીજ પહેરનારા પણ છે, ત્યાં તેમને રોકવામાં આવ્યાં. તેમણે કહ્યું કે અમે પહેરીએ છીએ અને પહેરાવીએ છીએ તો તેમને જેલમાં નાખી દેવાયા. ત્યારબાદ સુષમાજીએ તેમને છોડાવ્યાં. તેમણે કહ્યું કે તમે હિન્દુ છો એટલે આવું કરો છો. આથી હું કહું છું કે આ વાસ્તવિકતા છે. તમારી ઓળખને કાયમ રાખતા પણ આપણે ભારતના લોકો બધા એક સાથે ભારત સાથે જોડાયેલા રહીએ છીએ. આથી આપણે બધા એક છીએ. જોડનારો શબ્દ સંસ્કૃતિ છે જેનું ઠીક ઠીક વર્ણન હિન્દુ શબ્દથી થાય છે.
સંઘ દેશને મોટો બનાવે છે, હિન્દુત્વ જોડનારો શબ્દ
ભાગવતે વધુમાં કહ્યું કે સંઘ દેશને મોટો બનાવે છે. હિન્દુત્વ જોડનારો શબ્દ છે. તે આપણને યાદ અપાવે છે કે હિન્દુ સમાજને સંગઠિત કરવાનું કામ સંઘનું છે. અમે આજે પણ એ જ કરીએ છીએ જે પહેલા કરતા હતાં અને લોકો કહે છે કે સંઘ આમ કરે છે, તેમ કરે છે. સંઘ ઈચ્છે છે કે કાલે લોકો એમ કહે કે સંઘે એવો સમાજ ઊભો કર્યો કે જેણે ભારતને વિશ્વગુરુ બનાવ્યો. સંઘ એક રાષ્ટ્રીય સંકલ્પ લઈને ચાલે છે. પોતાના દેશને વિશ્વગુરુ બનાવવો એ ખુબ મોટી જવાબદારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે